MatterMngt
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us DONATE US
આપણું સુખ સહિયારુ છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.

MEDICAL ACTIVITIES

મેડીકલ પ્ર​વૃત્તિઓ

 

   અન્ન વિતરણના દિવસે સેવાભાવી ડોક્ટરની સહાયથી લાભાર્થીઓ તથા અન્ય જરૂરતમંદ દર્દીઓને તપાસી -  વિના મૂલ્યે દવાઓ અપાય છે.

 

   વિવિધ નિષ્ણાંત ડોકટરોની માનદ્ સહાયથી સંસ્થાએ જુદા જુદા વિસ્તારોમાં જરૂરિયાતવાળા દર્દીઓની વિના મૂલ્ય તપાસ કરી શક્ય તેટલી દવાઓનું વિતરણ મેડિકલ કેમ્પસ દ્વારા કરેલ છે. મોતિયા ઓપરેશન કેમ્પમાં પણ સંસ્થા સહભાગી બની છે.

 

     મેડિકલ કેમ્પ વખતે રક્તદાન શિબિરનું પણ રેગ્યુલર આયોજન કરવામાં આવે છે.

 

    ઉત્તમનગર બગીચામાં વરિષ્ઠ નાગરિકો માટે ફી બ્લડ ચેક-અપ કેમ્પ દાતાઓના સહયોગથી કરવામાં આવ્યો. જેમાં ૨૧૨ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો.

 

    સંસ્થા દ્વારા સ્લમ વિસ્તારના બાળકો માટે તેમજ ફૂટપાથ સ્કુલ, વૃધ્ધાશ્રમ અને સિનિયર સીટીઝન માટે કેમ્પ યોજી સ્વાચ્ય- આરોગ્ય જાળવણી માટે નિષ્ણાંત ડોકટરો દ્વારા સમજ અને માર્ગદર્શન અપાય છે.

 

     સંસ્થા દ્વારા વિવિધ ડોકટરો તથા રેડિયોલોજી અને લેબોરેટરીના સહયોગથી રાહત દરે દર્દીની સારવારમાં સેવા આપવામાં આવે છે.

 

    આજના જમાનામાં ઘરના વ્હાલા વ્યક્તિઓ પરદેશમાં વસતા હોવાથી ડેડબોડી સાચવવા માટેકોલ્ડ સ્ટોરેજ પેટીની સગવડ આપવામાં આવે છે.